Category: હરસ-મસા-ભગંદર

મળમાર્ગ નું કેન્સર : હરસ-મસા કે ભગંદર સમજી ને લોકો જેને આશ્રય આપે છે, એ જીવલેણ શત્રુ

તબીબી પરિભાષા ની બારાક્ષરી માં જેમ “અ” જ્યારે “એટેક” માટે વપરાય છે ત્યારે જેટલો ઘાતક છે; તેથી પણ વધારે “ક” જ્યારે “કેન્સર” માટે વપરાય ત્યારે આપણા સૌ ના મન:પટલ પર કારમી ઘાતક અસર ઉભી કરે છે; એ આપણે સૌ જાણીએ છીએ. આપણે આજે ખાસ કરીને મળમાર્ગ ના કેન્સર વિશે માહિતી પહોચાડવાનો પ્રયત્ન કરીશુ. આજ થી આશરે દોઢ દાયકા પહેલા જ મળમાર્ગ નું કેન્સર “વેસ્ટર્ન કેન્સર” અર્થાત્ માત્ર પશ્ચિમી દેશો માં જોવા મળતું કેન્સર હતું અને ભારતીય ઉપખંડમાં જ્વલેજ્જ જોવા મળતું હતું. પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં ઘણા બધા દર્દીઓ જેઓ પોતે હરસ ની બીમારી થી પીડાય છે એવું સમજી ને બતાવવા આવ્યા હોય અને શંકાસ્પદ કેન્સર ના નિદાન સાથે વધુ તપાસ-સારવાર માટે યોગ્ય તબીબ પાસે મોકલવાના થયા હોય એવું બન્યું છે.આ આંકડા નો વધતો જતો વ્યાપ ખરેખર ચિંતાજનક છે. મિત્રો, મળમાર્ગ ના રોગો જેવા કે હરસ-મસા-ભગંદર-ફિશર- પાયલોનિડલ સાયનસ જેવી બીમારી ના હજારો દર્દીઓ ની સફળ સારવાર છેલ્લા દોઢ દાયકા માં કરી. એ દરેક બીમારીઓ ના ઘણા કનિષ્ઠ દર્દીઓ ને પણ સંતોષકારક અને પરિણામલક્ષી ચિકિત્સા પૂરી પાડવાનો અવસર ઈશ્વરે આપ્યો, પણ જ્યારે દર્દીઓ ના લક્ષણો નું વૃત લેતી વખતે અમુક ચોક્કસ લક્ષણો દર્દી ને હરસ-મસા-ભગંદર કરતા પણ વિશેષ કંઇ બીમારી હોવાની સંભાવના તરફ દોરી જતું હોય ત્યારે ઘણું જ સચેત રહી ને તપાસ કરવાની આવશ્યકતા ઊભી થતી હોય છે.

થોડુંક વિસ્તાર થી સમજીએ.

મળમાર્ગ અને તેની આસપાસ ઘણી બીમારીઓ થાય છે પણ મોટા ભાગે થતી બીમારીઓ માં હરસ-મસા-ભગંદર-ફિશર- પાઇલોનીડલ સાયનસ નો સમાવેશ થાય છે. વળી, એ દરેક બીમારી ના ઘણા બધા પ્રકાર છે. અને વત્તા-ઓછા પ્રમાણ માં તે દરેક ના વિશિષ્ટ લક્ષણો પણ છે. અત્યારે આપણે એમાં ઊંડાણપૂર્વક ચર્ચા ના કરતા એ બીમારીઓ ના સામાન્ય લક્ષણો જાણીએ અને કેન્સર જેવી ગંભીર બીમારી માટે એ ક્યારે રેડ સિગ્નલ કહેવાય એ સમજીએ.

રક્તસ્ત્રાવ – બ્લિડિંગ – લોહી પડવું

મળમાર્ગ ની બીમારીઓ માં રક્તસ્ત્રાવ ઘણી બધી રીતે થતો હોય છે

•⁠  ⁠સામાન્ય થી થોડીક માત્રા માં લાલ રંગના લોહીના ટીપાં પડે તો ફિશર , ફિશર સાથે સેન્ટિનલ પાઇલ્સ અથવા ફર્સ્ટ ગ્રેડ ના હેમોરોઇડ્સ હોવાની શક્યતા હોય છે

•⁠  ⁠જો મળત્યાગ સમયે પિચકારી રૂપે અથવા ધાર રૂપે લાલ રક્ત નીકળે તો સેકન્ડ ગ્રેડ કે તેથી વધુ ગ્રેડ ના હેમોરોઇડ્સ હોવાની શક્યતા હોય છે

•⁠  ⁠જો ભૂરા રંગના ( બ્રાઉન કલર) ના ધબ્બા રૂપે રક્તસ્ત્રાવ થાય જે ક્યારેક સામાન્ય ચિકાસ સાથે પણ આવે તો મળમાર્ગ અથવા આંતરડા માં ચાંદા ( અલ્સર) ની હોવાની શક્યતા હોય છે

•⁠  ⁠ભગંદર ની બીમારી માં પણ ક્યારેક રસી સાથે રક્તસ્ત્રાવ થતો હોય છે

•⁠  ⁠પરંતુ જ્યારે ભૂરા રંગ સાથે કાળા કલર ના ગઠ્ઠા સ્વરૂપે રક્તસ્ત્રાવ થાય અને લોહી આવવાનો ક્રમ અનિયમિત હોય અને આ સાથે દર્દી નો સામાન્ય દેખાવ નિસ્તેજ લાગતો હોય છે, આવી પરિસ્થિતિ માં નિશ્ચિત રૂપે ચેતી જવું

વેદના-પેઇન-દુઃખાવો મળમાર્ગ ની બીમારીઓ માં બીજું મહત્વ નું લક્ષણ દુઃખાવો છે

•⁠  ⁠સામાન્યત: મળત્યાગ દરમિયાન અને પછી દુઃખાવા સાથે બળતરા થાય તો ફિશર અથવા ફિશર સાથે સેન્ટિનલ પાઇલ્સ હોવાની શક્યતા હોય છે

•⁠  ⁠આખા દિવસ દરમિયાન થોડુંક કંઈક ખૂંચતું હોય એવી વેદના સામાન્ય સોજા સાથે હોય તો થ્રોમ્બોસિસ અથવા એક્સ્ટર્નલ પાઇલ્સ હોવાની શક્યતા હોય છે

•⁠  ⁠સોજા સાથે અસહ્ય પીડા હોય તો એબ્સેસ અથવા સાયનસ હોવાની શક્યતા હોય છે

•⁠  ⁠પીડા સાથે રસી નીકળતી હોય તો ભગંદર ની શક્યતા હોય છે

•⁠  ⁠પરંતુ જ્યારે મળમાર્ગ માં અનિયમિત પીડા અન્ય લક્ષણો સાથે હોય, પેડુ ના ભાગ માં ભારે લાગ્યા કરે અથવા પેટ માં દુઃખાવો હોય અને દુઃખાવા નો સંબંધ ભૂખ સાથે હોય, તો આવી પરિસ્થિતિ માં નિશ્ચિત રૂપે ચેતી જવું.

ચિકાશ કે રસી નીકળવી-પસ ડીસચાર્જ- પરુ નો સ્ત્રાવ

•⁠  ⁠મળમાર્ગ ની આસપાસ ચિકાશ કે ભીનું લાગ્યા કરે તો ઇન્ફેક્ટેડ ફિશર,પ્રુરાઈટસ અથવા ફંગલ ઇન્ફેક્શન હોવાની શક્યતા હોય છે

•⁠  ⁠મળમાર્ગ ની આસપાસ થયેલી ફોડલી માંથી પરુ નીકળતું હોય અથવા આવું વારંવાર થતું રહે તો ભગંદર હોવાની શક્યતા હોય છે

•⁠  ⁠કમર ના છેલ્લા મણકા ના ભાગ પર પીડા સાથે રસી નીકળતી હોય તો પાયલોનીડલ સાયનસ હોવાની શક્યતા હોય છે

•⁠  ⁠ઘણીવખત મળ સાથે પીળાશ પડતો ચિકાશ જેવું દ્રવ્ય નીકળે છે એ આંતરડા ની લાળ જેવું દ્રવ્ય ‘મ્યુકસ’ હોય છે

•⁠  ⁠પરંતુ, જો મળત્યાગ દરમિયાન અથવા એ સિવાય ભૂરા અથવા કાળાશ પડતી ચિકાશ આવે અને એ સાથે દર્દી ની વજન ઘટાડા ની ફરિયાદ હોય, તો આવી પરિસ્થિતિ માં નિશ્ચિત રૂપે ચેતી જવું.

કબજિયાત-કોન્સ્ટિપેશન-મળત્યાગ માં અનિયમિતતા

•⁠  ⁠મળત્યાગ ની અનિયમિતતા અથવા કબજિયાત એ મળમાર્ગ ની લગભગ મોટાભાગ ની બીમારીઓ નું ન માત્ર કારણ પણ મુખ્ય લક્ષણ પણ હોય છે.

•⁠  ⁠પરંતુ, જ્યારે કબજિયાત સાથે પેટ માં સતત વજન લાગવું, ભૂખ ઘટવી, અશક્તિ અથવા થાક ની અનુભૂતિ થવી અને ખાસ કરીને જ્યારે બીજા કોઈ જ લક્ષણો વગર કબજિયાત ની તકલીફ વધે અથવા મળત્યાગ ની ક્રિયા અને મળ ની રચના અનિયમિત થઈ જાય, તો આવી પરિસ્થિતિ માં નિશ્ચિત રૂપે ચેતી જવું

આ સિવાય પણ મળમાર્ગ ની ઘણી બધી જ બીમારીઓ અને એને લગતા ઘણા બધા જ લક્ષણો પર ઘણી જ ચર્ચા થઈ શકે એમ છે, પરંતુ આપણો સંદર્ભ અત્યારે માત્ર મળમાર્ગ ના કેન્સર ને લગતા લક્ષણો ને કેન્દ્ર માં રાખી ને જ છે.આ લક્ષણો એ ડોક્ટર ની સમજણ થી પણ વધુ દર્દીની પોતાની અનુભૂતિ પર વધારે આધાર રાખે છે.

સૌથી વધુ સમજવા જેવી બાબત એ છે કે આ લક્ષણો રેડ સિગ્નલ માત્ર છે, દર્દી ના મળમાર્ગ ની સંપૂર્ણ તપાસ અને જરૂરી રિપોર્ટ્સ જ અંતિમ નિદાન તરફ લઈ જાય છે.

વાચક તરીકે તમને થશે કે, કોઈ પણ વ્યક્તિ ને ઉપર લખેલા લક્ષણો ની ગંભીરતા ના સમજાય તો ?? દર્દી ને કેમ ખબર પડે કે શું કરવું અને શું ના કરવું???

એનો જવાબ માત્ર એટલો જ છે કે બીમારી કે તેના લક્ષણો ની પરિસ્થિતિ ને એ સ્વરૂપે શુ કામ પહોંચવા દેવી કે આટલા ગંભીર પરિણામ આપે! મળમાર્ગ ની બીમારીઓ ના જે સામાન્ય લક્ષણો લખ્યા છે, એને જ જો ગંભીરતા થી લેવામાં આવે તો સ્થિતિ ત્વરેજ સાનુકૂળ થવાની સંભાવના ખુબ વધી જાય છે.

પરંતુ, મળમાર્ગ ની બીમારીની ઉપેક્ષા ની માત્રા એ હદે છે કે મોટા ભાગ ના લોકો મળમાર્ગ ની બીમારીઓ ને બીક-શરમ-સંકોચ-બેદરકારી ને લીધે વધારતા હોય છે; મેડિકલ સ્ટોર માં જઇને જાતે દુઃખાવા ની કે પાઇલ્સ ને લગતી ટ્યુબ કે દવાઓ ચણા-મમરા ની જેમ આરોગતા હોય છે; દેશી

ડૉ. મેહુલસિંહ ઝાલા   M.S. ( Ayu)

હરસ-મસા-ભગંદર ના નિષ્ણાંત

પરમાર્થ હોસ્પિટલ, ભુજ.

Mo:- 9510855859

Read More
Proctological diseases set. Large intestine and rectum disorders

પાઇલ્સ: સેલ્ફ મેડીકેશન v/s પ્રોપર ટ્રીટમેન્ટ

આમ તો સમજી શકાય એવું જ છે કે, કોઈ પણ બીમારી માં બીમારી ને જાણ્યા – જોયા કે સમજ્યા વિના જાતે જ દવા લેવી કેટલા  ખતરનાક પરિણામ લાવી શકે છે.પરંતુ, પાઈલ્સ માટે આ લેખ લખવો વધારે સાર્થક છે કારણકે, આજે પણ મળમાર્ગ ની બીમારીઓ થી પીડાતા ૩૦-૪૦% દર્દીઓ કોઈ પણ પ્રકાર ના પ્રોપર કાઉન્સેલિંગ – નિદાન તપાસ કે ડોક્ટર ની સલાહ ની અપેક્ષા રાખ્યા વગર જ જાતે જ દવાઓ લેતાં હોય છે.સામાજિક રીતે એવી માન્યતાઓ પ્રવર્તે છે કે, હરસ – મસા – ભગંદર જેવી બિમારીઓ માટે ડોક્ટર ને બતાવવાની કોઈ જ જરુર નથી અથવા કાળક્રમ થી સાંભળેલી અમુક નિશ્ચિત દવાઓ જાતે લઈને કાયમ લીધા કરવી ( સહન થાય ત્યાં સુધી).આનાથી એટલા ગંભીર પરિણામો ઉદભવતા હોય છે એના નાના ઉદાહરણો જોઇએ…


એક ૧૬ વર્ષ નો કિશોર વાગડ પંથક માંથી એના પિતાજી જોડે બતાવવા આવે છે. દર્દી ને અવારનવાર મળમાર્ગ માંથી રક્તસ્રાવ ની સમસ્યા હતી. તકલીફ ને આશરે વરસ જેવુ થવા આવ્યું હતું અને આ નાની ઉંમર માં બીજું તો શું હોય એવું વિચારીને તેઓ એમના ગામ ના મેડિકલ સ્ટોર માંથી જાતે દવાઓ લઇને સ્વ- ઉપચાર કરતા હતાં. ગામ ના કોઇક સજ્જન વ્યક્તિ કે જેઓ ના પરિવાર ના લોકો અમારી ચિકિત્સા થી સ્વસ્થ થયા હતા એમણે આ પિતા – પુત્ર ને અહી અમારી પાસે સારવાર અર્થે મોકલ્યા. પ્રાથિમક તપાસ માં જ એ કિશોર ને આંતરડા માં ચાંદા હોય એવું પ્રતીત થયું. વધુ તપાસ કરાવતા એને ULCERATIVE COLITIS ( આખા આંતરડા માં અસંખ્ય ચાંદા) નામની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું. એ દર્દી ને બીમારી મુજબ યોગ્ય તબીબ પાસે મોક્લી આપ્યા. આશરે ૧.૫ થી ૨ વર્ષ ની સારવાર બાદ દર્દી અત્યારે સ્વસ્થ છે પણ આહાર વિહાર માટે ઘણી મર્યાદાઓ એણે રાખવી પડશે.


આવુ જ એક બીજું ઉદાહરણ જોઈએ.
એક ૪૫ વર્ષ ના યુવાન એમની પત્નિ સાથે પટેલ ચોવિશી વિસ્તાર થી બતાવવા આવ્યાં. યુવાન ના પત્નિ અમારે ત્યાં ૪-૫ વર્ષ પહેલાં ક્ષારસુત્ર સારવાર કરાવી ચૂક્યા હતા, અને તેઓ સારવાર બાદ અત્યંત ખુશ અને સ્વસ્થ હતાં. યુવાન ને મળમાર્ગ માં વારંવાર રક્તસ્રાવ સાથે અસહ્ય પીડા થતી હતી. એ સાથે એમને વજન ઘટ્યું હોય અને અશક્તિ રહેતી હોય એવું લાગ્યા કરતું હતું. બીમારી માટે ની ઉદાસીનતા અને પત્નિ નું વારંવાર કહેવા છતાં ગંભીરતા ના અભાવે ઘણા સમય થી બતાવવાનું ટાળતા હતાં. એમની તપાસ કરતા એમને મળમાર્ગ માં સહેજ અંદર ના ભાગ ( Lower Rectum ) માં ગાંઠ જેવો ભાગ મેહસૂસ થતો હતો. વધુ તપાસ કરાવતા અને એ ગાંઠ ની Biopsy Report કરાવતા એ Malignancy એટલે કે કેન્સર ની ગાંઠ હોવાનું નિદાન થયું. દર્દી ને ભૂજ ના કેન્સર નિષ્ણાંત પાસે મોકલ્યા અને એ માટે યોગ્ય અને પધ્ધતીસર ની સારવાર નું માર્ગદર્શન પુરૂ પાડ્યું. આજે તેઓ તેમની કેન્સર ની બીમારી થી સ્વસ્થ છે, પરંતુ Colostomy ( આંતરડું પેટ વાટે જ એક કોથળી માં ખાલી કરવાનું) પ્રોસીજર ને લીધે ઘણી જ દુવિધાઓ નો સામનો કરે છે.આ જે કિસ્સા લખ્યા છે એ તો માત્ર યાદ આવ્યાં એ ઉદાહરણ છે, આવી ઘટનાઓ રોજ બરોજ ની પ્રેક્ટિસ માં અમારે ત્યાં બનતી હોય છે. ના જાણે કેટલાય દર્દીઓ કોઇક ની સલાહ થી અકારણ દવાઓ નો જથ્થો પેટ માં પધરાવી  ને સમય બર્બાદ કરી, બીમારી વધારીને આવતા હોય. મોટાં ભાગ ના દર્દીઓ અને એમને સલાહ આપનારા લોકો લક્ષણો ને મટાડવા પાછળ આંધળી દોડ માં પડ્યા હોય છે. બીમારી નું યોગ્ય નિદાન – બીમારી નો પ્રકાર – બીમારી ની સ્થિતિ અને એ મુજબ ની એ દર્દી માટે ની યોગ્ય સારવાર એમાં આ પ્રકાર ના લોકોને રસ જ નથી. અને એનું પરિણામ અંતે તેઓ ભોગવે છે.મિત્રો, ટૂંક માં સમજીએ તો ,


•⁠  ⁠મળમાર્ગ ના રોગ એટલે માત્ર પાઇલ્સ જ હોય એવું જરૂરી નથી.
•⁠  ⁠મળમાર્ગ અને તેની આસપાસ પાઇલ્સ- ફિશર – ફિસ્ટુલા ( ભગંદર) – પાઇલોનીડલ સાયનસ – કોલાઇટીસ – પ્રુરાઇટસ એની – મેલિગનન્સી જેવી ઘણી બીમારીઓ થતી હોય છે.
•⁠  ⁠કોઈ એક કે બે પ્રકાર ની દવાથી બધા જ પ્રકાર ના હરસ (પાઇલ્સ) મટી જતા નથી
•⁠  ⁠બીજી બીમારીઓ ની જેમ મળમાર્ગ ના રોગો ની સારવાર, બીમારી નો પ્રકાર – બીમારી ની અવસ્થા ( Stage) – દર્દી ની ઉંમર – દર્દી ને અન્ય કોઈ બીમારી છે કે નહિ – દર્દી ની રહેણી કરણી – અને બીમારી મુજબ યોગ્ય સારવાર ની પસંદગી….. આટલી અપેક્ષા રાખે છે
•⁠  ⁠આ બીમારીઓ કોઈ પણ ઉંમરે થઈ શકે છે
•⁠  ⁠આ બીમારીઓ સ્ત્રી – પુરુષ બંને ને સમાન રીતે થઈ શકે છે
•⁠  ⁠જેમ અન્ય બીમારી ના નિષ્ણાંત ડૉક્ટર હોય એમ હરસ-મસા-ભગંદર અને અન્ય મળમાર્ગ ની તકલીફો માટે એના નિષ્ણાંત ડૉક્ટર ને બતાવવાનો આગ્રહ રાખવો
•⁠  ⁠પાઇલ્સ-ફિશર-ફિસ્ટુલા જેવી મળમાર્ગ ની બીમારીઓ નું સમયસર નિદાન અને યોગ્ય સારવાર કરવામાં આવે તો ચોક્કસપણે કાયમ માટે મટી શકે છે.અમે પરમાર્થ હોસ્પીટલ ના ડોક્ટર્સ આ પ્રકાર ની બીમારીઓ ની સારવાર માટે કટિબદ્ધ છીએ. અને એ માટે ક્ચ્છ ના છેવાડા ના વ્યક્તિ સુધિ પહોંચી શકાય એ માટે #PILES FREE KUTCH અભિયાન અંતર્ગત અત્યાર સુધી ૪૨ કેમ્પ નું આયોજન કરી ચૂક્યા છીએ. અને ૧૩ વર્ષ ની વ્યાવસાયિક કારકિર્દી માં ૨૫,૦૦૦ થી વધુ દર્દીઓ ની સફળ સારવાર કરી ચૂક્યા છીએ.તો, મિત્રો હરસ-મસા-ભગંદર જેવી મળમાર્ગ ની બીમારીઓ વિશે અંતે હું એટલું જ કહીશ કે, દર્દી ની સવાર સુધારવાની સારવાર ચોક્કસ અમારા હાથ માં છે પરંતુ એ સારવાર માટે નો નિર્ણય તો દર્દી ના જ હાથ માં છે…..
…..    અસ્તુ :pray::skin-tone-2:

ડૉ. મેહુલસિંહ ઝાલા
      મો: 9510855859
     ( હરસ-મસા-ભગંદર ના નિષ્ણાંત)
     પરમાર્થ હોસ્પીટલ, ભુજ

Read More

મળમાર્ગના રોગો વિશે સામાન્‍ય જનમાનસમાં પ્રવર્તતા મુખ્ય પ્રશ્નો અને તેનું સહજ નિરાકરણ

ભુજ-કચ્છમાં મળમાર્ગના રોગો જેવા કે હરસ-મસા-ભગંદર-ફીશર-પાઇલોનિડલ સાઇનસ જેવા રોગો પર પ્રેકિટસ કરતા ૧૦ વર્ષ પુરા થઇ ગયા. આ દરમિયાન મળમાર્ગના રોગો વિશે લોક-જાગૃતિ માટે ઘણા જ કાર્યો કર્યા. હજારો દર્દીઓની સફળ સારવાર કરી છતાં દર્દીઓના મનના અમુક પ્રશ્નો એમને એમ જ અવિચલ રહયા. તો, આજે એ પ્રશ્નો પર પ્રકાશ પાડીએ…

પ્રશ્ન નં. ૧ : સાહેબ, એવું સાંભળ્યું છે કે હરસનું ઓપરેશન કરાવ્યા બાદ મળમાર્ગની રીંગ તૂટી જાય છે અને મળત્યાગ માટેનો કાબુ જતો રહે છે, એ સાચું છે ?

જવાબ : મિત્રો, કોમ્લીકેશન એ કોઇપણ ચિકિત્સાનો અસ્વીકાર્ય ભાગ છે. પણ, ચિકિત્સક જો સતેજ રહીને યોગ્ય રીતે શસ્ત્રકર્મ કરે તો કયારેય કોઇ પણ કોમ્પ્લીકેશન થતું નથી. સામાન્‍ય રીતે હરસના ઓપરેશનમાં આ પ્રકારની ઘટના કયારેય બનતી નથી.

પ્રશ્ન નં.ર : સાહેબ, હરસ-મસા-ભગંદર-ફીશર આ બધી અલગ-અલગ બિમારીઓ છે કે સરખી ?

જવાબ : રચના અને સંપ્રાપ્તિની રીતે એકબીજા સાથે વત્તા ઓછા અંશે સંકળાયેલા હોવા છતાં આ બધા જ રોગો અલગ-અલગ છે, એવું કહી શકાય. એક વાકયમાં કહેવું હોય તો હરસમાં સામાન્‍ય લક્ષણ રક્તસ્ત્રાવ, ભગંદરમાં રસી થવી, ફીશરમાં બળતરા થવી એ છે. જેમ જીભમાં ચાંદુ પડયું હોય અથવા દાંતમાં સડો થયો હોય ત્યારે અંતે પીડા તો મોઢામાં જ થાય છે, એમ આ દરેક બિમારી મળમાર્ગના સ્થાન પર થતી હોવાથી દર્દી માટે એકસમાન જેવી જ છે, એટલે જ મળમાર્ગના રોગોમાં ઓનલાઇન ટ્રીટમેન્ટ, ટેલીવિઝન ટ્રીટમેન્ટ કે મૌખિક કહેલા લક્ષણો પરથી ટ્રીટમેન્ટ ના કરાવવી અને યોગ્ય તપાસ બાદના નિદાન મુજબ જ સારવાર કરાવવી જોઇએ.

પ્રશ્ન નં.૩ : સાહેબ, હું એમ પૂછતો હતો કે સ્ત્રીઓને આ રોગ થાય ખરો ? મારી દિકરી તો માત્ર રર વર્ષની છે તો એને થોડીને ક્ષારસૂત્ર સારવારની જરૂર પડે ?

જવાબ : મિત્રો, અમારી હોસ્પિટલમાં સ્ત્રી તેમજ પુરુષ દર્દીઓ મળમાર્ગના રોગો માટે સમાન દરથી સારવાર માટે આવે છે. એટલે કે, પુરુષો અને સ્ત્રીઓ એમ બંનેને આ પ્રકારની બિમારી થઇ શકે. વાત રહી ઉમરની તો અમે ૩ વર્ષના બાળકનું પણ ભગંદરનું ઓપરેશન કર્યું છે અને ૯૫ વર્ષના બા નું હરસનું ઓપરેશન કર્યું છે. એટલે કે માત્ર સમજવા જેવુ એટલું જ છે કે દર્દીના જેન્ડર કે ઉમર કરતાં તેના રોગની સ્થિતિ ખૂબ જ મહત્વની છે.

પ્રશ્ન નં.૪ : સાહેબ, રહેણી-કરણી અને ખાધા-ખોરાકીની અસર આ રોગોમાં કેટલી રહેતી હોય ?

જવાબ : સર્વપ્રથમ તો એ સમજવા જેવી વાત છે કે મળમાર્ગના રોગો પણ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની જેમ જ મહદઅંશે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જ છે. એટલે કે, રોગ થવા માટે વ્યકિતની રહેણી-કરણી અને ખાધા-ખોરાકી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને રોગની સારવાર દરમિયાન એ ચિકિત્સા તરીકેનો મહત્વનો ભાગ ભજવે છે. વ્યકિતએ પોતાની પ્રકૃતિ, તે
કયા પ્રદેશમાં રહે છે અને કયા પ્રકારની ઋતુ અને આબોહવા છે એ દરેકનો વિચાર કરીને આહાર-વિહાર કરે તો આ રોગોથી બચી પણ શકાય છે.

પ્રશ્ન નં.૫ : સાહેબ, ભગંદરનું ક્ષારસૂત્રવાળું ઓપરેશન કઇ સીઝન(ઋતુ)માં કરાવાય ?

જવાબ : આનો સીધો અને સરળ જવાબ એટલો જ છે કે, જેમ રોગ થવા માટેની કોઇ નિશ્ચિત ઋતુ નથી એમ એની સારવાર માટેની પણ કોઇ ઋતુ નથી. ભગંદરનો રોગ જયારે થયો હોય છે, ત્યારે જ વહેલી તકે એની ક્ષારસૂત્ર સારવાર કરાવાય. કારણ કે, તમે રોગને વધવા માટે જેટલો સમય આપશો એટલો જ વધુ સમય એને મટાડવા માટે લાગશે.

ટૂંકમાં, આ પાયાના પ્રશ્નોની નાનકડી ચર્ચા આપણે અહીં મૂકી, આમ તો આ દરેક પ્રશ્નોનો મુદ્દાસર જવાબ આપીએ તો એ દરેક, એક આર્ટિકલ સમાન થઇ રહે. મિત્રો, ભુજ-કચ્છમાં માત્ર મળમાર્ગના રોગો પર કાર્યરત સૌથી જૂના તબીબ તરીકે હું એટલું ચોકકસ કહીશ કે કોઇપણ રોગ એ માનવ માટે શત્રુ સમાન છે, એને જેટલો વહેલો ડામવામાં આવે એટલું સારું. તો, શરમ – સંકોચ – બીક – અવિશ્વાસ જેવી લાગણીઓથી દૂર રહીને પોતાના શત્રુ પર વિજય મેળવવા માટેનું પહેલું પગલું જાતે જ ભરીએ અને પોતાની સવાર સુખરૂપ બનાવીએ.

Read More

આયુર્વેદિક દવાઓ અને ક્ષારસૂત્ર ટ્રીટમેન્ટથી મેળવો આ પીડાદાયી તકલીફથી છૂટકારો

આવો જાણીએ ક્યા ક્યા લક્ષણો સુધી હરસ – મસા – ભગંદર – ફીશરનો ઈલાજ માત્ર દવાથી જ થઇ શકે છે. કોઈ ઓપરેશનની જરૂર નથી પડવાની

  • તકલીફની શરૂઆત અમુક મહિનાઓ કે તેથી ઓછા સમયથી થઇ હોય.
  • માત્ર મળત્યાગ વખતે જ સામાન્ય માત્રાનો દુઃખાવો થવો, બળતરા થવી કે ખંજવાળ આવવી.
  • માત્ર મળત્યાગ વખતે જ ૨ થી પ ટીપાં લોહી પડવું.
  • થોડાક સમયથી થયેલી કબજિયાતને લીધે મળત્યાગ વખતે કષ્ટ થવો.
  • છેલા થોડાક સમયથી થયેલા વધુ પડતા પ્રવાસ કે બહારના ખાન-પાનને લીધે ખોરાકના પાચનમાં તકલીફ થવી.

 

હવે એ પણ જાણી લઈએ કે ક્યાં લક્ષણોમાં હરસ – મસા – ભગંદર – ફીશરના રોગ માંથી કાયમી છુટકારો મેળવવા પ્રાચીન અને 100% સફળ આયુર્વેદિક ક્ષારસૂત્ર ટ્રીટમેન્ટની જરૂર પડી શકે

  • અમુક મહિના કે અમુક વર્ષોથી તકલીફ હોવી અથવા સમયાંતરે વારંવાર તકલીફ થવી.
  • મળત્યાગ વખતે કે પછી અતિમાત્રામાં દુઃખાવો, બળતરા કે ખંજવાળ આવવી.
  • મળત્યાગ વખતે કે પછી ઓછી કે વધુ માત્રામાં ટીપે ટીપે / પીચકારી સ્વરૂપે કે મળ સાથે ચોટીને અથવા મળ સાથે મીક્ષ થઇને લોહીનું આવવું.
  • લાંબા સમયથી કબજિયાત કે પાચનની તકલીફને લીધે મળત્યાગમાં કષ્ટ થવો.
  • મળમાર્ગની આસપાસ કંઇક (ચામડી સમાન) ભાગ વધી ગયો હોય એવું લાગવું.
  • મળત્યાગ વખતે અને ત્યાર બાદ પણ કંઇક (આંચળ જેવો) ભાગ બહાર આવવો.
  • મળમાર્ગ અથવા મળમાર્ગની આસપાસના ભાગ માંથી સોજો થઇને અથવા અવાર-નવાર ફોડલી થઇને રસી, પરૂ કે ચીકાશ જેવું પાણી નીકળવું.ઉપરોક્ત દર્શાવેલી તકલીફો માંથી એક કે તેથી વધુ તકલીફોને લીધે જો બેસવામાં (બેઠકમાં) કષ્ટ પડતો હોય તો આ ટ્રીટમેન્ટથી કાયમી રાહત મળે.

શરમ, સંકોચ, ગેર માન્યતા, અંધ વિશ્વાસ, બીક કે ઉદાશીનતા મૂકીને તશ્ત જ અમારો સંપક કરો.

 

માત્ર ૨૦૦૦ દિવસથી કાર્યરત અમારી હોસ્પિટલમાં ૩૦૦૦થી વધારે દર્દીઓને આયુર્વેદિક દવાઓથી અને ૧૦૦૦થી વધારે દર્દીઓને ક્ષારસૂત્ર ટ્રીટમેન્ટથી હરસ – મસા – ભગંદર – ફીશર માંથી કાયમી રાહત મળેલ છે.

Read More