parmarthanocure@gmail.com
02832 250 885
Free Consultation
best hospital for piles, fistula, and fissure treatment in Bhuj Kutch
  • Home
  • About Us
  • Treatment
    • Piles Treatment
    • Fistula Treatment
    • Fissure Treatment
  • Gallery
  • News
  • Contact Us
best hospital for piles, fistula, and fissure treatment in Bhuj Kutch
  • Home
  • About Us
  • Treatment
    • Piles Treatment
    • Fistula Treatment
    • Fissure Treatment
  • Gallery
  • News
  • Contact Us
  • Home
  • About Us
  • Treatment
    • Piles Treatment
    • Fistula Treatment
    • Fissure Treatment
  • Gallery
  • News
  • Contact Us
best hospital for piles, fistula, and fissure treatment in Bhuj Kutch
  • Home
  • About Us
  • Treatment
    • Piles Treatment
    • Fistula Treatment
    • Fissure Treatment
  • Gallery
  • News
  • Contact Us
Blog
Home કોરોના કોરોનાનું કબજીયાત અને પાઈલ્સનું પેન્ડેમિક
કોરોના

કોરોનાનું કબજીયાત અને પાઈલ્સનું પેન્ડેમિક

Dr. Mehul Sinh Zala June 5, 2021 0 Comments

એલા !!! આવું તો કાંઇ થતું હશે………

તમને થતું હશે કે આ આર્ટીકલના લેખકને નકકી કોરોનાકાળની માનસિક અસર થઇ ગઇ લાગે છે, નહિંતર પાઇલ્સ (હરસની બિમારી) કંઇ થોડીને ચેપી રોગ છે કે તે પાછો પેન્ડેમિક (વિશ્વ વ્યાપી) રૂપે ફેલાય. તમે બરોબર જ સમજયા છો , કે આવું કયારેય શકય નથી. પણ સમજવાની વાત હવે શરૂ થાય છે.

પાઇલ્સ-ફીશર-ફીસ્ચુલાના નિષ્ણાંત ડો. તરીકે ભુજમાં પ્રેકટીસ કરતા આશરે ૧૦ વર્ષ પૂર્ણ થશે. પણ એકસાથે કબજીયાત એટલે કે કોન્સ્ટીપેશનના એકયુર કેશ આટલી માત્રામાં નથી આવ્યા જે આ કોરોનાકાળમાં જોવા
મળ્યા છે.

કોરોના થયો હોય એવા, કોરોનાથી સંક્રમિત હોય અને હોસ્પિટલમાં દાખલ હોય કે ઘરે આઇશોલેશનમાં હોય એવા અને કોરોના મટી ગયો હોય એવા એમ કોરોના નામના કેન્‍દ્રની ફરતે વર્તુળ દોરવામાં આવે તો લગભગ તમામ પ્રકારના દર્દીઓ કે જે એક્યુટ કોન્સ્ટા પેશન (કબજીયાત) થી પીડાતા હોય તેની સારવાર કરવાનો શ્રેય પ્રાપ્ત થયો. વાત ખાલી આટલેથી પતી જતી હોત તો પણ કંઇ ન હતું, પણ એ દર્દીઓને તેમાંથી ફિશર(વાઢીયા), પાઇલ્સ (હરસ), અને ફીસ્ચ્યુલા (ભગંદર) થવા સુધી હેરાન થઇને સરવાર લેવા આવ્યા હોય એવું પણ બન્યું અને તેમાંથી ઘણાખરા દર્દીઓને ક્ષારસુત્ર સારવાર માંથી પસાર થયા બાદ રાહત મળી.

હવે, પ્રશ્ન એ છે કે, આ પરિસ્થિતીનું નિર્માણ થયું કેમ ? ચાલો થોડીક છણાવટ કરીયે સૌપ્રથમ તો,જેણે સૌથી વધુ ડાટ વાળ્યો હોય તો, એ છે કે લોકોએ છેલ્લા એક વર્ષમાં પોતાની પ્રકૃતી, પોતાના રહેવાના ભૈગોલિક સ્થાન અને આબોહવા, વિવિધ રૂતુઓની પરિસ્થિતી આવા ઘણાજ પેરામીટર્સની અવગણના કરીને ઇમ્યુનિટીના નામે બેફામ સેલ્ફ મેડીકેશન કર્યું છે. અરે !! જાણો બધાને બસ બધુંજ કરી લેવું હતું. વોટ્સએપ પર નવી વાત આવી નથી કે બસ ચાલુ જ કરી દેવાનું અને એના લીધે પેટની એવી તે પથારી ફરી કે ઇમ્યુનિટીની તો ખબર નથી પરંતુ કબજીયાત ફીમાં મળ્યું.

મિત્રો, આપણા જીલ્લામાં અને ખાસ કરીને ભુજમાં ઘણાજ નિષ્ણાંત તબીબો શુધ્ધ આયુર્વેદ પધ્ધતિથી પ્રેકટીસ કરે છે. જો એમના માંથી કોઇકની સલાહ મુજબ વ્યકિતગત રીતે તમારા માટે યોગ્ય હોય એ ઔષધ, તમારી પ્રકૃતિ પ્રમાણે તમને માફક આવે એટલી જ માત્રામાં લેવામાં આવી હોય તો, ચોકકસથી કોરોનાનો ચેપ લાગવાની સંભાવના પણ ઘટી જાય છે. અને છતાં પણ જો ચેપ લાગે તો પણ ખુબ જ નહિંવત ઉપદ્રવ સાથે એ મુસીબત પણ ટળી જાય છે.

કારણકે આ જે રીતે ““સેલ્ફમેડીકેશન”” થી ઔષધો લેવાણા એણે અંતે તો અગ્નિમાંધ્ય કરીને કબજીયાત જ નોતર્યું છે. આ ઉપરાંત, બીજું ખાસ એ જોવા મળ્યું કે કોરોનાથી સંક્રમિત દર્દીઓ પોતાના આહાર પર સહેજ પણ લગામ રાખી નહીં. કોરોનાને શાસ્ત્રીય રીતે સમજવો હોય તો એ “આગનન્‍તુજ વિષમ જવર”” છે. અને જવરની શરૂઆતમાં જો “લંઘન પ્રોટોકોલ”” નું પાલન કરવામાં આવે તો કોમ્પ્લીકેશનની સંભાવના ઓછી થઇ જાય છે. ટૂંકમાં જરૂર હતી કે કોરોના ના દર્દીઓને શરૂઆતના દિવસોમાં બાફેલા મગ, મગનું પાણી, ભાતનું ઓસામણ, મગની ઢીલી ખીચડી જેવા જલ્દીથી પચી જાય એવા લઘુ અન્ન આપવાની પણ આપણે શું કર્યું ??? આપડે જાણે ૨-૩ દિવસ માં જ વિટામીન -સી (જેમ ખરેખર વિટામીન-સી વધતો પણ નથી) વધારી દેવો હોય એમ સંતરા-મોસંબી અને નાળીયેર પાણી થી લઇને વિવિધ ફળફળાદિ અને કાચા અન્ન અને જઠરાશિનિ પર બોજારૂપ પેય પદાર્થો નાખ્યા. સરવાળે ફાયદો થયો એ કરતા નુકશાન મોટું થયું. મિત્રો, કોરોનાથી સંક્રમિત દર્દીઓને અપાયેલા દૂધ, દહીં અને જ્યુસથી થયેલા નુકશાન તો માત્ર ઇશ્વરના ચોપડે જ લખાયા હશે. કારણ કે, અંતે આ બધુ ઘણા બધા ઉપદ્રવ સાથે જઠરાગ્નિમાંધ્ય કરીને કબજીયાત પણ કરે છે. જેની અસર ઘણા દર્દીઓને સંક્રમણના થોડા દિવસ બાદ જોવા મળી.

આ ઉપરાંત ઇમરજન્સી ડ્ગ્સ (કે જે તે સમયે દર્દીનો જીવ બચાવવા ખુબજ જરૂરી હોય છે) તરીકે અપાતી ઘણી બધી દવાઓની આડઅસર ને લીધે પણ કબજીયાત થાય છે. એક ઉદાહરણ તરીકે સમજીયે તો ઘણા દર્દીઓને સારવાર રૂપે સ્ટીરોઇડ્સ આપવા પડે છે. અને તેના લીધે દર્દીઓને સુગર લેવલમાં વધારો પણ જોવા મળ્યો એ સુગરના વધારાના લીધે મુત્રપ્રવૃતિનું પ્રમાણ વધી જાય છે. અને એટલે જો હાઇડ્રેશન કરવામાં ના આવે તો આંતરડામાં પાણીની માત્રા ઘટી જાય છે. જે મળને કઠણ બનાવે છે. અંતે એ કબજીયાત અને તેના ઉપદ્રવ નોતરે છે. આ સામાન્‍ય વ્યકિતને સમજાય એ રીતે આપેલું ઉદાહરણ છે. અને

સૌથી અગત્યનું જો કોઇ કારણ આ કબજીયાત માટે જોવા મળ્યું તો એ છે કે કોરોના માંથી બહાર આવ્યા બાદની પરિસ્થિતીને લીધે. એક નાનકડીવાત સાથે એ સમજાવીશ.

મારા એક ખાસ મિત્રની ભુજમાં ખુબજ સારી ચાલતી હોટલ છે. એ પોતે પાછો બહુ “ઓનેસ્ટ” માણસ. એક વાર મળ્યા ત્યારે વાત થઇ ત્યારે ખબર પડી કે ઘણા લોકો કોરોનાના ૧૪ દિવસ (જાણે ૧૪ વર્ષનો વનવાસ પુરો થયો હોય એમ !!!) પૂરા થાય એટલે એમની હોટલેથી પંજાબી-ચાઇનીઝ કે ઇટાલીયન કુડ પાર્સલ મંગાવીને પાર્ટી કરે છે. હવે આ વિચીત્ર આત્માઓને કઇ ભાષામાં સમજાવવું કે “સાપ ના ગયા પછી છછુંદર પેસી જશે!!!” મિત્રો, સિધિ-સાદી અને સમજાય એવી ભાષામાં કહું તો કોરોના મટયા બાદ જો તમે હિન્દુ હોવ તો શ્રાવણ માસ કે નવરાત્રીના સમયની જેમ, જો તમે જૈન હોવ તો પર્યુષણના સમયની જેમ, અને જો તમે મુસ્લીમ હોવ તો રમજાનના સમયની જેમ મર્યાદામાં રહીને ખોરાકના નિયમોનું પાલન કરવું જોઇએ.

ટૂંકમાં કોરોનામાં પ્રીવેન્ટીવ – કયોરેટીવ કે પોસ્ટ કોવીડ પરિસ્થિતીમાં જો ““જઠરાગ્નિ”’ને ધ્યાનમાં રાખવામાં આવેતો કબજીયાત અને અન્ય ઉપદ્રવો ટાળી શકાય છે.

અન્ય આર્ટીકલની જેમ, આ રીતે ઉદ્ભવતા કબજીયાત માં ઉપાયરૂપે શું કરવું જોઇએ એનો એક પણ ઉપાય એટલે નથી સુચવ્યો કારણ કે, અહીં લખાયેલ એક પણ ઔષધ (પ્રયોગ) કદાચ આવનારા દિવસોમાં ઘણાના ઘરમાં “ડાયેરીયા”” ની વ્યાધિ ઉભી કરશે!

આ આર્ટીકલ એટલે જરૂરી હતો કારણ કે, હું એક રર વર્ષના નવયુવાનને સેલ્ફ મેડિકેશન ના કારણૅ આંતરડામાં ચાંદા (અલ્સર) થી પીડાતો જોવું છું, એક ૬૦ વર્ષના વૃધ્ધને ૦૦12ના 1.0.ઇ.માં 01242 સાથે પથી૬ દિવસથી મળત્યાગ વગર કબજીયાતથી કણસતો જાવું છું અને સૌથી વિશેષ મારા અંગત તબીબ મિત્રના સગાભાઇ ની કોરોના વોર્ડ માંથી ડિસ્ચાર્જના બીજા જ દિવસે પીઝા ખાધાની વાત સાંભળું છું ત્યારે એક વિચાર આવે કે આપણે આ મહામારીના સમયમાં આહારની પસંદગી અંગે સેવેલી ઉદાસિનતાના કારણે, કારણ વગર એક્યુટ કોન્સ્ટીપેશન અને એને લીધે ઉદ્ભવતા હરસ-મસા-ભગંદર જેવા વ્યાધિના બારણે દસ્તક દેતા ઉભા રહી ગયા છીએ.

અને બીજું કે અન્ય વિજ્ઞાનની જેમ આયુર્વેદ વિજ્ઞાન પણ એના નિષ્ણાંત તબીબની અપેક્ષા રાખે છે. કારણ કે માત્રાથી વધારે લીધેલા ““તુલસીપત્ર”” જો શરીરના વાયુ-પિત-કફને અસંતુલિત કરતા હોય તો એજ રીતે દરેક ઔષધ એના નિષ્ણાંત તબીબની સલાહ મુજબ લેવી જોઇએ.

એટલે જ, મિત્રો, પૂરતી માહિતી વગર નાક અને પેટમાં વિવિધ પ્રકારના વઘાર કરવાનું બંધ કરવું જોઇએ, કારણ કે જો “પાઇલ્સનું પેન્ડેમિક”’ થયું તો એતો બહુ ઓખું આવશે કારણ કે, એની રસી નહીં બને !!! સર્વેના સુખાયુની શુભકામના સહ….

આયુર્વેદિક દવાઓ અને ક્ષારસૂત્ર ટ્રીટમેન્ટથી મેળવો આ પીડાદાયી તકલીફથી છૂટકારોPrevઆયુર્વેદિક દવાઓ અને ક્ષારસૂત્ર ટ્રીટમેન્ટથી મેળવો આ પીડાદાયી તકલીફથી છૂટકારોFebruary 17, 2021
મળમાર્ગના રોગો વિશે સામાન્‍ય જનમાનસમાં પ્રવર્તતા મુખ્ય પ્રશ્નો અને તેનું સહજ નિરાકરણOctober 18, 2021મળમાર્ગના રોગો વિશે સામાન્‍ય જનમાનસમાં પ્રવર્તતા મુખ્ય પ્રશ્નો અને તેનું સહજ નિરાકરણNext

Related Posts

કોરોના

કોરોનાનું કબજીયાત અને પાઈલ્સનું પેન્ડેમિક

એલા !!! આવું તો કાંઇ થતું હશે……… તમને થતું હશે કે આ આર્ટીકલના લેખકને નકકી...

Dr. Mehul Sinh Zala June 5, 2021

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts
  • મળમાર્ગ નું કેન્સર : હરસ-મસા કે ભગંદર સમજી ને લોકો જેને આશ્રય આપે છે, એ જીવલેણ શત્રુ
  • Heal Anal Fissure Naturally: Proven Ayurvedic Methods
  • How to Heal Fistula Naturally with Ayurvedic Treatment
  • પાઇલ્સ: સેલ્ફ મેડીકેશન v/s પ્રોપર ટ્રીટમેન્ટ
  • મળમાર્ગના રોગો વિશે સામાન્‍ય જનમાનસમાં પ્રવર્તતા મુખ્ય પ્રશ્નો અને તેનું સહજ નિરાકરણ
Categories
  • Fissure
  • Fistula
  • કોરોના
  • હરસ-મસા-ભગંદર
Archives
  • July 2025
  • June 2025
  • April 2025
  • November 2024
  • October 2021
  • June 2021
  • February 2021
best hospital for piles, fistula, and fissure treatment in Bhuj Kutch
On 3rd July, 2011, Parmath Hospital is the first specialty Anorectal hospital in Bhuj-Kutch for Piles, Fissure, Fistula & Anorectal treatment.

Important Links

Home
About Us
Treatment
News
Contact Us

We Are Here

Address: Near Neelkanth Rajaram Complex, Hospital Road, Bhuj-Kutch.
Phone: 02832 250 885
parmarthanocure@gmail.com

Certificates

NABH certified hospital in kutch gujarat | Anocure
NABH certified hospital in kutch gujarat |
© Copyright Parmarth Anorectal Hospital. Website Designed and developed by Arkay Apps

Privacy Policy | Sitemap

We use cookies to ensure that we give you the best experience on our website. If you continue to use this site we will assume that you are happy with it.Ok