મળમાર્ગ નું કેન્સર : હરસ-મસા કે ભગંદર સમજી ને લોકો જેને આશ્રય આપે છે, એ જીવલેણ શત્રુ
તબીબી પરિભાષા ની બારાક્ષરી માં જેમ “અ” જ્યારે “એટેક” માટે વપરાય છે ત્યારે જેટલો ઘાતક છે; તેથી પણ વધારે “ક” જ્યારે “કેન્સર” માટે વપરાય ત્યારે આપણા સૌ ના મન:પટલ પર કારમી ઘાતક અસર ઉભી કરે છે; એ આપણે સૌ જાણીએ છીએ. આપણે આજે ખાસ કરીને મળમાર્ગ ના કેન્સર વિશે માહિતી પહોચાડવાનો પ્રયત્ન કરીશુ. આજ થી આશરે દોઢ દાયકા પહેલા જ મળમાર્ગ નું કેન્સર “વેસ્ટર્ન કેન્સર” અર્થાત્ માત્ર પશ્ચિમી દેશો માં જોવા મળતું કેન્સર હતું અને ભારતીય ઉપખંડમાં જ્વલેજ્જ જોવા મળતું હતું. પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં ઘણા બધા દર્દીઓ જેઓ પોતે હરસ ની બીમારી થી પીડાય છે એવું સમજી ને બતાવવા આવ્યા હોય અને શંકાસ્પદ કેન્સર ના નિદાન સાથે વધુ તપાસ-સારવાર માટે યોગ્ય તબીબ પાસે મોકલવાના થયા હોય એવું બન્યું છે.આ આંકડા નો વધતો જતો વ્યાપ ખરેખર ચિંતાજનક છે. મિત્રો, મળમાર્ગ ના રોગો જેવા કે હરસ-મસા-ભગંદર-ફિશર- પાયલોનિડલ સાયનસ જેવી બીમારી ના હજારો દર્દીઓ ની સફળ સારવાર છેલ્લા દોઢ દાયકા માં કરી. એ દરેક બીમારીઓ ના ઘણા કનિષ્ઠ દર્દીઓ ને પણ સંતોષકારક અને પરિણામલક્ષી ચિકિત્સા પૂરી પાડવાનો અવસર ઈશ્વરે આપ્યો, પણ જ્યારે દર્દીઓ ના લક્ષણો નું વૃત લેતી વખતે અમુક ચોક્કસ લક્ષણો દર્દી ને હરસ-મસા-ભગંદર કરતા પણ વિશેષ કંઇ બીમારી હોવાની સંભાવના તરફ દોરી જતું હોય ત્યારે ઘણું જ સચેત રહી ને તપાસ કરવાની આવશ્યકતા ઊભી થતી હોય છે.
થોડુંક વિસ્તાર થી સમજીએ.
મળમાર્ગ અને તેની આસપાસ ઘણી બીમારીઓ થાય છે પણ મોટા ભાગે થતી બીમારીઓ માં હરસ-મસા-ભગંદર-ફિશર- પાઇલોનીડલ સાયનસ નો સમાવેશ થાય છે. વળી, એ દરેક બીમારી ના ઘણા બધા પ્રકાર છે. અને વત્તા-ઓછા પ્રમાણ માં તે દરેક ના વિશિષ્ટ લક્ષણો પણ છે. અત્યારે આપણે એમાં ઊંડાણપૂર્વક ચર્ચા ના કરતા એ બીમારીઓ ના સામાન્ય લક્ષણો જાણીએ અને કેન્સર જેવી ગંભીર બીમારી માટે એ ક્યારે રેડ સિગ્નલ કહેવાય એ સમજીએ.
રક્તસ્ત્રાવ – બ્લિડિંગ – લોહી પડવું
મળમાર્ગ ની બીમારીઓ માં રક્તસ્ત્રાવ ઘણી બધી રીતે થતો હોય છે
• સામાન્ય થી થોડીક માત્રા માં લાલ રંગના લોહીના ટીપાં પડે તો ફિશર , ફિશર સાથે સેન્ટિનલ પાઇલ્સ અથવા ફર્સ્ટ ગ્રેડ ના હેમોરોઇડ્સ હોવાની શક્યતા હોય છે
• જો મળત્યાગ સમયે પિચકારી રૂપે અથવા ધાર રૂપે લાલ રક્ત નીકળે તો સેકન્ડ ગ્રેડ કે તેથી વધુ ગ્રેડ ના હેમોરોઇડ્સ હોવાની શક્યતા હોય છે
• જો ભૂરા રંગના ( બ્રાઉન કલર) ના ધબ્બા રૂપે રક્તસ્ત્રાવ થાય જે ક્યારેક સામાન્ય ચિકાસ સાથે પણ આવે તો મળમાર્ગ અથવા આંતરડા માં ચાંદા ( અલ્સર) ની હોવાની શક્યતા હોય છે
• ભગંદર ની બીમારી માં પણ ક્યારેક રસી સાથે રક્તસ્ત્રાવ થતો હોય છે
• પરંતુ જ્યારે ભૂરા રંગ સાથે કાળા કલર ના ગઠ્ઠા સ્વરૂપે રક્તસ્ત્રાવ થાય અને લોહી આવવાનો ક્રમ અનિયમિત હોય અને આ સાથે દર્દી નો સામાન્ય દેખાવ નિસ્તેજ લાગતો હોય છે, આવી પરિસ્થિતિ માં નિશ્ચિત રૂપે ચેતી જવું
વેદના-પેઇન-દુઃખાવો મળમાર્ગ ની બીમારીઓ માં બીજું મહત્વ નું લક્ષણ દુઃખાવો છે
• સામાન્યત: મળત્યાગ દરમિયાન અને પછી દુઃખાવા સાથે બળતરા થાય તો ફિશર અથવા ફિશર સાથે સેન્ટિનલ પાઇલ્સ હોવાની શક્યતા હોય છે
• આખા દિવસ દરમિયાન થોડુંક કંઈક ખૂંચતું હોય એવી વેદના સામાન્ય સોજા સાથે હોય તો થ્રોમ્બોસિસ અથવા એક્સ્ટર્નલ પાઇલ્સ હોવાની શક્યતા હોય છે
• સોજા સાથે અસહ્ય પીડા હોય તો એબ્સેસ અથવા સાયનસ હોવાની શક્યતા હોય છે
• પીડા સાથે રસી નીકળતી હોય તો ભગંદર ની શક્યતા હોય છે
• પરંતુ જ્યારે મળમાર્ગ માં અનિયમિત પીડા અન્ય લક્ષણો સાથે હોય, પેડુ ના ભાગ માં ભારે લાગ્યા કરે અથવા પેટ માં દુઃખાવો હોય અને દુઃખાવા નો સંબંધ ભૂખ સાથે હોય, તો આવી પરિસ્થિતિ માં નિશ્ચિત રૂપે ચેતી જવું.
ચિકાશ કે રસી નીકળવી-પસ ડીસચાર્જ- પરુ નો સ્ત્રાવ
• મળમાર્ગ ની આસપાસ ચિકાશ કે ભીનું લાગ્યા કરે તો ઇન્ફેક્ટેડ ફિશર,પ્રુરાઈટસ અથવા ફંગલ ઇન્ફેક્શન હોવાની શક્યતા હોય છે
• મળમાર્ગ ની આસપાસ થયેલી ફોડલી માંથી પરુ નીકળતું હોય અથવા આવું વારંવાર થતું રહે તો ભગંદર હોવાની શક્યતા હોય છે
• કમર ના છેલ્લા મણકા ના ભાગ પર પીડા સાથે રસી નીકળતી હોય તો પાયલોનીડલ સાયનસ હોવાની શક્યતા હોય છે
• ઘણીવખત મળ સાથે પીળાશ પડતો ચિકાશ જેવું દ્રવ્ય નીકળે છે એ આંતરડા ની લાળ જેવું દ્રવ્ય ‘મ્યુકસ’ હોય છે
• પરંતુ, જો મળત્યાગ દરમિયાન અથવા એ સિવાય ભૂરા અથવા કાળાશ પડતી ચિકાશ આવે અને એ સાથે દર્દી ની વજન ઘટાડા ની ફરિયાદ હોય, તો આવી પરિસ્થિતિ માં નિશ્ચિત રૂપે ચેતી જવું.
કબજિયાત-કોન્સ્ટિપેશન-મળત્યાગ માં અનિયમિતતા
• મળત્યાગ ની અનિયમિતતા અથવા કબજિયાત એ મળમાર્ગ ની લગભગ મોટાભાગ ની બીમારીઓ નું ન માત્ર કારણ પણ મુખ્ય લક્ષણ પણ હોય છે.
• પરંતુ, જ્યારે કબજિયાત સાથે પેટ માં સતત વજન લાગવું, ભૂખ ઘટવી, અશક્તિ અથવા થાક ની અનુભૂતિ થવી અને ખાસ કરીને જ્યારે બીજા કોઈ જ લક્ષણો વગર કબજિયાત ની તકલીફ વધે અથવા મળત્યાગ ની ક્રિયા અને મળ ની રચના અનિયમિત થઈ જાય, તો આવી પરિસ્થિતિ માં નિશ્ચિત રૂપે ચેતી જવું
આ સિવાય પણ મળમાર્ગ ની ઘણી બધી જ બીમારીઓ અને એને લગતા ઘણા બધા જ લક્ષણો પર ઘણી જ ચર્ચા થઈ શકે એમ છે, પરંતુ આપણો સંદર્ભ અત્યારે માત્ર મળમાર્ગ ના કેન્સર ને લગતા લક્ષણો ને કેન્દ્ર માં રાખી ને જ છે.આ લક્ષણો એ ડોક્ટર ની સમજણ થી પણ વધુ દર્દીની પોતાની અનુભૂતિ પર વધારે આધાર રાખે છે.
સૌથી વધુ સમજવા જેવી બાબત એ છે કે આ લક્ષણો રેડ સિગ્નલ માત્ર છે, દર્દી ના મળમાર્ગ ની સંપૂર્ણ તપાસ અને જરૂરી રિપોર્ટ્સ જ અંતિમ નિદાન તરફ લઈ જાય છે.
વાચક તરીકે તમને થશે કે, કોઈ પણ વ્યક્તિ ને ઉપર લખેલા લક્ષણો ની ગંભીરતા ના સમજાય તો ?? દર્દી ને કેમ ખબર પડે કે શું કરવું અને શું ના કરવું???
એનો જવાબ માત્ર એટલો જ છે કે બીમારી કે તેના લક્ષણો ની પરિસ્થિતિ ને એ સ્વરૂપે શુ કામ પહોંચવા દેવી કે આટલા ગંભીર પરિણામ આપે! મળમાર્ગ ની બીમારીઓ ના જે સામાન્ય લક્ષણો લખ્યા છે, એને જ જો ગંભીરતા થી લેવામાં આવે તો સ્થિતિ ત્વરેજ સાનુકૂળ થવાની સંભાવના ખુબ વધી જાય છે.
પરંતુ, મળમાર્ગ ની બીમારીની ઉપેક્ષા ની માત્રા એ હદે છે કે મોટા ભાગ ના લોકો મળમાર્ગ ની બીમારીઓ ને બીક-શરમ-સંકોચ-બેદરકારી ને લીધે વધારતા હોય છે; મેડિકલ સ્ટોર માં જઇને જાતે દુઃખાવા ની કે પાઇલ્સ ને લગતી ટ્યુબ કે દવાઓ ચણા-મમરા ની જેમ આરોગતા હોય છે; દેશી
ડૉ. મેહુલસિંહ ઝાલા M.S. ( Ayu)
હરસ-મસા-ભગંદર ના નિષ્ણાંત
પરમાર્થ હોસ્પિટલ, ભુજ.
Mo:- 9510855859